હારીજમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો, હાઈવે પર પાણી ભરાયા

2019-06-25 121

હારીજ:શનિવાર રાત્રીએ 20 મીમીવરસાદ પડ્યા બાદ આજે મંગળવારે સવારે અચાનક વાદળું ઘમધોળ થઈ ખાબકતા 8 મીમી વરસાદે પાણી પાણી કરી મુક્યા હતાં જ્યારે હારીજ બહાર ક્યાંય વરસાદ જોવા મળ્યો નહોતો
સીઝનનો કુલ 64 મીમી વરસાદ
હારીજ ખાતે મંગળવારે સવારે ઓચિંતો વરસાદ પડતા હાઇવે પર દૂધસાગર ડેરીની સામેના શોપિંગ સેન્ટર દુકાનો આગળ પાણી ભરાઈ ગયા હતાં આ સિવાય કેપીહાઇસ્કૂલ પાછળના ભાગે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર થયાં હતાં મામલતદાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શનિવારનો 20 મીમીઅને મંગળવાર સવારનો 8 મીમી મળી અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ 64 મીમીવરસાદ થઈ ગયો હતો

Videos similaires