પાકિસ્તાનની એક સ્થાનિક ન્યૂઝચેનલની લાઈવ ડિબેટમાં ચર્ચા એટલી ઉગ્ર બની હતી કે બે ગેસ્ટ જ બોલાચાલી બાદ એકબીજા સાથે છૂટ્ટાહાથનીમારામારી કરવા લાગ્યા હતા ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને યૂઝર્સે પણ તેમની મજા લેતાં અવનવી કોમેન્ટ્સ કરી હતીલાઈવમાં ચર્ચા કરવા ગયેલા પીટીઆઈ(પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ)ના નેતા અને કરાચી પ્રેસ ક્લબના અધ્યક્ષ વચ્ચે કોઈ મુદ્દે વાંધો પડતાં જએકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ પર ઉતરી આવ્યા હતા અચાનક જ પીટીઆઈના નેતાએ સીધો જ આ અધ્યક્ષ પર હુમલો કરીને તેમને નીચેપટક્યા હતા બાદમાં બંને પેનલિસ્ટ મારામારી પર ઉતરી આવ્યા હતા મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ન્યૂઝ એંકર સહિત સ્ટૂડિયોમાં હાજર
અન્ય સ્ટાફ પણ તેમને શાંત કરવા દોડ્યો હતો તમને જણાવી દઈએ કે કરાચી પ્રેસ ક્લબના અધ્યક્ષ ઈમ્તિયાઝ ખાન પર પીટીઆઈના નેતા મંસૂરઅલીએ કરેલા આવા હુમલાના પણ ઘેરા પ્રત્યાઘાત પાકિસ્તાની મિડિયાઆલમમાં પડ્યા છે