દક્ષિણ ગુજરાતમાં નિઝરમાં 2 ઈંચ, સુરતમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ગરનાળાઓમાં પાણી ભરાયા

2019-06-25 240

સુરતઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ગત રોજથી પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે તાપી જિલ્લાના નિઝરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે
સાઉથ વેસ્ટ મોન્સૂન ગુજરાત તરફ આગળ વધતાં હવામાન વિભાગે શહેરમાં વરસાદની કરેલી આગાહી સાચી પડી છે આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી મેઘરાજા વરસી રહ્યા છે આજે વહેલી સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે દરમિયાન સુરત શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ગરનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

Videos similaires