અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી 48 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદમાં પણ હજુ 3 દિવસ વરસાદી માહોલ રહશેરવિવાર રાતથી રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી છે રાજકોટના આટકોટ-વીંછિયા પંથકમાં ઝાપટાં પડ્યા છે, તો કોટડાસાંગાણીના રામોદમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે આ તરફ અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે