લોકસભામાં સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન પર વિવાદિત નિવેદન આપ્યું હતું ભાજપના સાંસદ પ્રતાપસિંહ સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતાં મોદીની પ્રશંસા કરી હતી આ મુદ્દે ચૌધરી નારાજ થઈ ગયા હતા ચૌધરીએ સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીના નામની તુલના પર કહ્યું- કયાં ગંગા અને કયાં ગંદું નાળું ભાજપ સાંસદોએ તેનો વિરોધ કર્યો લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે નિવેદનનો વિવાદિત ભાગ કાર્યવાહીમાંથી બહાર કરવામાં આવશે વિવાદ વધતાં ચૌધરીએ કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ નીકળ્યો છે જો કોઈની ભાવનાને ઠેસ વાગી હોય તો માફી માંગુ છું