કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું એ મેચની જેમાં બે વર્લ્ડ રેકોર્ડ બન્યાં હતા પહેલો રેકોર્ડ બન્યો વર્લ્ડ કપમાં સૌથી વધુ રન માટેનો અને બીજો વર્લ્ડ કપમાં સૌથી વધુ માર્જીન સાથેની જીતનો રેકોર્ડ
આ વાત છે વર્લ્ડ કપ 2015ની ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી ટોસ જીતીને અફઘાનિસ્તાને ફિલ્ડીંગ પસંદ કરી ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ કરવા આવેલાં ડેવિડ વોર્નરે અફઘાનિસ્તાન સામે તોફાની બેટિંગ કરી વોર્નરે 133 બોલમાં 178 રન બનાવ્યાં હતા એ સિવાય સ્મિથે 95 અને મેક્સવેલે 88 રન માર્યા હતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 417 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો જે વર્લ્ડકપનો સૌથી વધુ રનનો સ્કોર સાબિત થયો
જવાબમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ દબાવમાં આવી ગઈ,,તેમની વિકેટ એક પછી એક પડતી ગઈ 373 ઓવરમાં સમગ્ર ટીમ 142 રનમાં ઓલ આઉટ થઈ ગઈઓસ્ટ્રેલિયાએ 275 રનથી આ મેચ જીતી લીધી હતી આ વર્લ્ડકપની સૌથી વધુ અંતરથી મળેલી જીત સાબિત થઈ