ઉત્તરાખંડના ઔલી હિલ સ્ટેશન પર થયેલા 200 કરોડના લગ્ન હાલ ચર્ચામાં છે પહેલા તો આ લગ્નમાં બૉલિવૂડથી લઈને પોલિટિશિયન્સ સામેલ થયા હતા તેને લઈને અને હવે લગ્ન પૂરા થઈ ગયા બાદ ત્યાંથી 4000 કિલો કચરાના ઢેર મળ્યા છે તેના માટે આ લગ્ન એક રિસોર્ટમાં થયા હતા મૂળ ભારતીય અને સાઉથ આફ્રિકાના ગુપ્તા પરિવારના હતા આ લગ્નને લઈને પહેલા પણ એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જે બાદ તેના પર ખાસ નજર રખાઈ હતી પરંતુ હવે લગ્ન પૂરા થઈ ગયા બાદ ત્યાંથી પ્લાસ્ટીકના પેકેટ્સ અને બૉટલ્સ મળી કુલ 40 ક્વિન્ટલથી વધુ કચરો પ્રાપ્ત થતાં સ્થાનિકોમાં પણ રોષ છે