જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી અઢી વર્ષની બાળકીને અજાણી મહિલા ઉઠાવી ગઇ

2019-06-24 22

જામનગર: જામનગરમાં રહેતા ઘનશ્યામભાઇની પત્ની બાળકો સાથે રવિવારે સાંજે ફરવા માટે લાખોટા તળાવે આવ્યા હતા ત્યારે તેમની અઢી વર્ષની જીયા નામની દીકરીને અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ઘનશ્યામભાઇએ આ અંગે જામનગર સિટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આથી પોલીસ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લાખોટા તળાવના ગેટ નં4 પરથી જીયાને અજાણી મહિલા ઉપાડી ગઇ હતી સીસીટીવીમાં મહિલાની એક આંગળીએ જીયા જોવા મળે છે અને બીજી આંગળીએ એક બાળક જોવા મળી રહ્યો છે અને ચાલીને લઇ જઇ રહી છે

Videos similaires