Speed News: રાજસ્થાનના બાડમેરમાં દુર્ઘટના, રામકથામાં મંડપ પડતાં 15 લોકોનાં મોત

2019-06-23 323

બાડમેર જિલ્લાના જસોલ વિસ્તારમાં રવિવારે સાંજે ચાલુ રામકથામાં આંધી-વરસાદથી મંડપ ધરાશાયી થયો હતો આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયાં છે આ મામલે ડીએમ હિમાંશુ ગુપ્તાએ કહ્યું કે, ‘મંડપમાં મોટાભાગે વૃદ્ધ મહિલા અને પુરુષો રામકથા સાંભળી રહ્યા હતા એવામાં મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકાઓ વર્તાઈ રહી છે’