ઘર કંકાસમાં 5 બાળકોની માતાએ જાત જલાવી આત્મહત્યા કરી, બચાવવા ગયેલો પતિ પણ દાઝ્યો

2019-06-23 835

દીવ: દીવના વણાંકબારામાં શનિવારે મધરાત્રે ઘર કંકાસમાં પત્નીએ ઉશ્કેરાઇ જઇને શરીર પર ડીઝલ છાંટી જાત જલાવી લીધી હતી દરમિયાન પતિ બચાવવા જતાં પોતે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો પતિ હાલ ગંભીર હાલતમાં ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે 15 વર્ષના દીકરાએ માતાના બળી ગયેલા મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમ વિધિ કરી હતી મહિલાના મોતથી પાંચ બાળકોએ માતાની છત્રછાંયા ગુમાવી છે

Videos similaires