'સિંઘમ' ફેમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે હાલમાં જ દુબઈમાં તેનો બર્થડે સેલિબ્રેટ કર્યોસાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફેમસ એક્ટ્રેસિસમાંની એક કાજલે તેનો બર્થડે પ્રાણીઓ સાથે ઉજવ્યો હતો જેમાં તે સિંહ અને જિરાફ સાથે મસ્તી કરતી જોવા મળી તો રિંછને ફ્રૂટ ખવડાવ્યા અને મગરને માંસ આપી પ્રાણીઓ સાથે સમય પસાર કર્યો હતો જેના વીડિયો તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કર્યા છે