આપણે અવારનવાર વ્હેલ કે પછી ડોલ્ફિન સિંગિંગ કરતી હોય તેવા વીડિયોઝ જોતા જ હોઈએ છીએ પણ આજે એક એવા રિસર્ચના પરિણામવાળો વીડિયો બતાવીશું જેમાં સાયન્ટિસ્ટોએ ત્રણ ગ્રે સીલોને મ્યૂઝિક થીમની કોપી કરી શકે તે રીતે ટ્રેઈન કરી છે યૂકેની સેન્ટ એન્ડ્રૂ્યૂઝ યૂનિના વૈજ્ઞાનિકોના રિસર્ચમાં જોવા મળ્યું હતું કે જળચર સીલને પણ જો ટ્રેઈન કરવામાં આવે તો તે સંગીતની ધૂનની નકલ કરી શકે છે આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ત્રણ સીલ પાણીમાંથી બહાર આવે ત્યારે તેમને સ્ટાર વોર થીમનું મ્યૂઝિક કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારને વગાડવામાં આવ્યું હતું સતત આ મ્યૂઝિક સાંભળીને હવે આ ત્રણ સીલો તેની કોપી કરવા લાગી હતી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો હતો જો કે તમને એ પણ જણાવી દઈએ કે આ રિસર્ચનો અર્થ એવો પણ નથી કે આ જળચર માણસની જેમ વાતો કરી શકે છે પણ રિસર્ચમાં મળેલી સફળતાથી વૈજ્ઞાનિકોને પણ એક આશા બંધાઈ છે કે આના દ્વારા તેઓ ભવિષ્યમાં ચોક્કસ બોલચાલ માટે પડતી મુશ્કેલીઓનો અભ્યાસ કરી શકશે