જ્યારે મેદાન પર વેંકટેશ પ્રસાદ અને આમિર સોહેલ વચ્ચે બોલાચાલી થઈ

2019-06-21 1,445

કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે એક અનોખી ઘટના વિશે વાત કરીશું જે ભારત-પાકિસ્તાન મેચ દરમ્યાન બની હતી આ વાત છે વર્લ્ડ કપ 1996ની બેંગ્લોરમાં ક્વાર્ટર ફાઈનલની મેચ ચાલી રહી હતી મેચમાં ભારતીય બોલર વેંકટેશ પ્રસાદ અને પાકિસ્તાની ખેલાડી આમિર સોહેલ વચ્ચે બોલાચાલી થઈ આમિરે વેંકટેશ પ્રસાદના એક બોલ પર શોટ માર્યો અને બેટથી બાઉન્ડ્રી તરફ ઈશારો કરવા લાગ્યો વેંકટેશે તેના પછીના જ બોલે આમિરને ક્લિન બોલ્ડ કરી દીધો અને ગુસ્સામાં આવીને આમિરને પેવેલિયન તરફ જવાનો ઈશારો કરવા લાગ્યા આમિરની વિકેટ ટીમ ઈન્ડિયાની જીત માટે નિર્ણાયક સાબિત થઈ બંને વચ્ચે ઈશારાઓમાં થયેલી આ વાતચીતનો કિસ્સો યાદગાર બની ગયો

Videos similaires