મરતાં મરતાં બચ્યા બાર લોકો, રાઈડનો કેબલ તૂટતાં જ સર્જાઈ દુર્ઘટના

2019-06-21 430

તમિળનાડુના ચેન્નઈમાં આવેલા ક્વીન્સલેન્ડ અમ્યૂઝમેન્ટ પાર્કમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જો કે સદનસીબે તેમાં કોઈ મોટી જાનહાની નહોતી થઈ વેકેશનની મજા માણવા માટે આ પાર્કમાં ગયેલા બાર સહેલાણીઓ માંડ માંડ બચી ગયા હતા આ પાર્કના સૌથી મોટા આકર્ષણ એવા ફ્રી ફોલ ટાવરમાં લોકો રાઈડની મજા માણી રહ્યા હતા ત્યાં જ અચાનક જ એક રાઈડનો કેબલ તૂટી પડતાં જ આખી રાઈડ નીચે પટકાઈ હતી 150 ફૂટ ઊંચી એવી આ રાઈડ જેવી નીચે સરકતી હતી કે તરત જ તેની અંદરનો સપોર્ટ કેબલ તૂટી ગયો હતો સદનસીબે આ હોનારત પણ
આ રાઈડ માત્ર 10 ફૂટ ઉપર હતી ત્યારે બની હતી જેના લીધે લોકોને કોઈ મોટી ઈજા પણ નહોતી થઈ આશ્ચર્યની વાત એ હતી કે આ ઘટના બે દિવસ પહેલાં બની હતી જેની જાણ પણ કોઈને કરવામાં આવી નહોતી વીડિયો વાઈરલ થતાં જ જાગેલા તંત્રએ આકરીકાર્યવાહી કરીને આ પાર્કને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધો હતો પાર્કના મેનેજમેન્ટ પાસે દરેક રાઈડની સ્થિતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે