સુસેન-તરસાલી રિંગ રોડ પર કોમ્પલેક્ષમાં મીટરોમાં લાગેલી આગ કાબૂમાં આવી

2019-06-21 101

વડોદરાઃ વડોદરા શહેરના સુસેન-તરસાલી રિંગ રોડ ઉપર આવેલા ઉનળદીપ કોમ્પલેક્ષના A-ટાવરના મીટરોમાં આજે અચાનક આગ લાગી હતી જેને પગલે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો એમજીવીસીએલ દ્વારા મીટરો લગાડીને તેના વાયરો આડેધડ છુટ્ટા મૂકી દેવામાં આવ્યા હતા જેના કારણે આજે સવારે 10 વાગ્યાની આસપાસ કોમ્પલેક્ષમાં લાગેલા મીટરોમાં અચાનક આગ લાગી ભભૂકી ઉઠી હતી ઇલેક્ટ્રીક મીટરોમાં આગ લાગતા ધડાકા થવા લાગ્યા હતા તાત્કાલિક ફાયર બ્રીગેડને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઇ જાનહાની કે, ઇજા પહોંચી ન હતી પરંતુ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો અને એમજીવીસીએલની બેદરકારીભરી કામગીરી પણ સામે આવી હતી

Videos similaires