ચીનના દજીશાન શહેરની પાસે આવેલી નદીમાં ભારે પૂર આવતાં જ પાણી શહેરમાં ઘૂસી આવ્યું હતું પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેની સાથે જ બે બાળકો પણ તણાવા લાગ્યાં હતાં પાણીમાં તણાઈ રહેલા આ બાળકોની ચીસો સાંભળીને તરત જ એક અજાણ્યો શખ્સ પણ આ પૂરમાં કૂદી પડ્યો હતો જોતજોતામાં તો તેણે વારાફરતી આ બંનેને તણાતાં બચાવી લીધાં હતાં સોમવારની આ ઘટનાના સીસીટીવી વાઈરલ થતાં જ સ્થાનિક યૂઝર્સે પણ તેની આવી બહાદુરીને વખાણી હતી ચારેબાજુથી મળી રહેલી પ્રશંસા બાદ આ વ્યક્તિની ઓળખ યિજુન નામે કરવામાં આવી હતી તેણે વધુમાં આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે એ સમયે જે બહાદુરીનું કામ કર્યું હતું તે કામ આવી ઘડીઓમાં કોઈ પણ શખ્સ કરતાં ના અચકાય સોશિયલ મીડિયામાં તેની આવી જાંબાઝીને જોઈને દુનિયાભરમાંથી વાહવાહી મળી હતી કોઈએ તેને અસલી હીરો કહીને બિરદાવ્યો હતો તો કોઈએ કહ્યું હતું કે અસલી હીરો માસ્ક કે કેપ પહેરીને ફરતા હોય તેવું જરૂરી નથી