વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં નવું બિલ રજૂ કરાયું

2019-06-21 1,466

ટ્રિપલ તલાક પર અંકુશ મૂકવા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે નવો ખરડો લોકસભામાં રજૂ કર્યો આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો કોંગ્રેસ નેતા શશિ થરૂર અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ખરડાનો વિરોધ કર્યો થરુરે કહ્યું કે ટ્રિપલ તલાક બિલ મુસ્લિમ પરિવાર વિરૂદ્ધ છે, અમે આ બિલનું સમર્થન નથી કરતા એક સમુદાયને બદલે તમામ માટે કાયદો હોવો જોઈએ ખરડા પર સોમવારે ચર્ચા થશે

રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં બિલ પાસ થયું હતું રાજ્યસભામાં બિલ પેન્ડિંગ હતું પરંતુ લોકસભા ભંગ થવાના કારણે બિલ ખતમ થઈ ગયું હવે નવું બિલ લાવવામાં આવ્યું નવા બિલના સુધારા માટે ફેરફાર કરવામાં આવ્યા જનતાએ અમને કાયદો બનાવવા માટે ચૂંટ્યા છે ભારતનું પોતાનું એક બંધારણ છે કોઈ પણ મહિલાને તલાક, તલાક તલાક કહીને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય