સુરતઃઉધના વિસ્તારમાં એક બીઆરટીએસ બસની અડફેટે મહિલા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે, ઉધનામાં આવેલા ધર્મયુગ દાઉદ નગરમાં સોનલબેન વિજયભાઈ રાણા પરિવાર સાથે રહે છે આજે નોકરી પર જવા માટે નીકળ્યા હતા દરમિયાન ઉધના બસ ડેપોની સામે આવેલા બીઆરટીએસ રોડને ક્રોસ કરવા જતા કામરેજથી સચિન જીઆઈડીસી જતી બસે અડફેટે લીધા હતા