શોખ બડી ચીઝ હૈ, દુનિયામાં લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોય છે કોઈને જૂની વસ્તુઓ કે સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ હોય તો કોઈને મોંઘીદાટ કાર્સનો જો કે રશિયામાં રશિયામાં તો એક યુવકે તેની મોંઘીદાટ ઓડી કારને નવો લૂક આપવા માટે અલગ જ રસ્તો પસંદ કર્યો હતો આ કારમાલિકે તેની કારને સિક્કાઓ ચિપકાવીને શણગારી હતી આ હટકે લૂક આપવા માટે રશિયન કારીગરોએ પણ પેશન અને બારીકાઈથી કામ કર્યું હતું આ રિડિઝાઈન થયેલી કાર જ્યારે રોડ પર નીકળે છે ત્યારે જોનારાઓની નજર પણ તેના પરથી હટતી નથી લોકો તેને નજીક જઈને ટચ કરીને પણ ચેક કરવાનું ચૂકતા નથી સિક્કાવાળી કારનો હટકે લૂક જોઈને લોકો પણ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરે છે