સુરતઃરાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીને બદલે આજે મજૂરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈને ડોક્ટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતીધારાસભ્ય હર્ષ સંઘવી અંદાજે બે મહિના પહેલાં સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોક્ટરો અને સ્ટાફને અપૂરતી સુવિધા મામલે સૂચના આપી હતી દરમિયાન આજે અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા હતા અને ટ્રોમા સેન્ટર ખાતે તપાસ હાથ ધરી હતી