હરિયાણાના રોહતકમાં યોગ પૂરા થતાં જ મેટ માટે લૂંટ શરૂ થઈ ગઈ હતી કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ કર્યા હતા કાર્યક્રમ પૂરો થતાં જ મેદાનમાં પાથરેલી મેટ ઉપાડીને લોકો ભાગવા લાગ્યા હતા મેટ માટે એટલી ખેંચતાણ થઈ ગઈ હતી કે લોકોને વચ્ચે ઝઘડા અને ખેંચતાણ પણ થવા લાગી હતી
સમગ્ર વિશ્વમાં આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે મોદી સરકાર તરફથી દેશના દરેક ખૂણામાં મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં યોગ કર્યા હતા જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણાના રોહતકમાં હજારો લોકો સાથે યોગ કર્યા હતા આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ તેમની સાથે હાજર રહ્યા હતા