અફઘાનિસ્તાન સામેની મેચ પહેલાં વિજય શંકર ઈજાગ્રસ્ત

2019-06-20 2,634

શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર પછી વિજય શંકરનું નામ પણ ભારતના ઇજગ્રસ્ત ખેલાડીઓની સૂચિમાં ઉમેરાઈ ગયું છે શંકર બુધવારે ટીમ સાથે અફઘાનિસ્તાન સામેની મેચ માટે સાઉથહેમ્પટન ખાતે નેટ્સમાં ટ્રેનિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જસપ્રીત બુમરાહનો બોલ પગના પંજા ઉપર વાગ્યો હતો તે પછી શંકર ફીઝિયો પેટ્રિક ફરહાર્ટ પાસેથી સારવાર લેતો જોવા મળ્યો હતો

ટીમ મેનેજમેન્ટના એક મેમ્બરે પીટીઆઈને કહ્યું હતું કે, 'અત્યારે આ ઇજાથી પરેશાન થવાની જરૂર નથી શંકર તકલીફમાં હતો, પરંતુ થોડા સમય પછી તેણે દુખાવાની ફરિયાદ કરી ન હતી અમે આશા રાખીએ છીએ કે આ ઇજા ગંભીર ન હોય' શંકર ચોથા નંબરે બેટિંગ કરવા ઉપરાંત પાર્ટ ટાઈમ મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે તેણે પાકિસ્તાન સામેની મેચમાં તેમના કેપ્ટન સરફરાઝ અહેમદ સહિત 2 મહત્ત્વની વિકેટ લીધી હતી શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે, જયારે હેમસ્ટ્રીંગના લીધે ભુવનેશ્વર કુમાર આગામી 2 મેચની બહાર થઇ ગયો છે તેવામાં શંકરની ઇજા ભારતીય ટીમ મેનેજમેન્ટની તકલીફમાં માત્ર વધારો કરે છે