માર્કેટીંગ યાર્ડમાં 5 ફૂટની મગર ચડી આવતા વનવિભાગે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડી

2019-06-20 700

ખાંભા:શહેરના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં એક 5 ફૂટની મગર ચડી આવી હતી જેથી સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું અને મગરને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોને ભીડ જમા થઈ ગઈ હતી મહત્વનું છે કે 30 મિનિટની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું જો કે વનવિભાગનો સ્ટાફ અહીં પહAચે તે પહેલા કોઈ ટીખળ શખ્સો દ્વારા મગર ઉપર પથ્થરના ઘા કરી કાકારી ચાળો પણ કરવામાં આવ્યો હતો

Videos similaires