સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું- 61 કરોડથી વધારે મતદાતાઓએ લોકશાહીની શાખ વધારી

2019-06-20 693

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું શરૂ કર્યું છે તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધુ મતદાતાઓએ વોટ આપીને ઐતિહાસિક જીત અપાવી છેકોવિંદે કહ્યું, મહાત્મા ગાંધીની જયંતીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે મતદાન કરવા માટે લોકો ભીષણ ગરમીમાં પણ લાઈનોમાં ઉભા રહ્યા હતા આ વખતે મહિલાઓની ભાગીદારી વધી છે અને લગભગ પુરુશ બરોબર રહી છે તે માટે દરેક મતદાતા શુભેચ્છાના હકદાર છે

Videos similaires