ઓડિશાના સંબલપુરના ઝારસુગુદા રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની જેનો વીડિયો જોઈને તમે હેરાન રહી જશો અહીં પ્લેટફોર્મ પર જ્યારે ટ્રેન રવાના થઈ તો રાજેશ તલવાર નામનો એક શખ્સ ચાલતી ટ્રેન પર ચડવા ગયો અને તે ટ્રેનની સ્પીડને ન પકડી શકતા તેનો પગ લપસ્યો જેના કારણે તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડ્યો કેટલાંક લોકો તેને બચાવવા પણ આવ્યા પરંતુ તેને પકડી ન શક્યા જોકે આ ઘટનામાં તેનો જીવ બચી ગયો હતો