ઝાકિર નાઈકને 31 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર રહેવાનો આદેશ

2019-06-19 569

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ(PMLA)કોર્ટે ઈસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઈકને 31 જુલાઈ સુધીમાં કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે આ સિવાય કોર્ટે કહ્યું છે કે જો તે કોર્ટમાં હાજર રહેશે નહિ તો તેમની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કરવામાં આવશે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે નાઈકની વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરન્ટની અરજી દાખલ કરી છે

નાઈક પર 19306 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો આરોપ છે ધરપકડના ડરથી તે 2016માં મલેશિયા ભાગી ગયો હતો નાઈકની સામે 2016માં એન્ટી-ટેરર લો અંતર્ગત કેસ કરવામાં આવ્યો હતો જૂન 2017માં કોર્ટે નાઈકને અપરાધી જાહેર કર્યો હતો ભારત તેના પ્રત્યાર્પણની કોશિશ કરી રહ્યું છે ઈડીએ ગત મહિને દેશના ઘણાં શહેરોમાં નાઈકની સંપતિઓ અને બેન્ક એકાઉન્ટ્સમાં જમા રૂપિયા જપ્ત કર્યા હતા