કેમરા,ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું એ વર્લ્ડ કપની જેમાં એક ટીમે કાળી પટ્ટી બાંધીને પોતાના દેશની સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો આ વાત છે વર્લ્ડ કપ 2003ની અને ટીમ હતી ઝિમ્બાબ્વે રોબર્ટ મુગાબે 1988થી 2017 સુધી ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ હતા તેમના પર ચૂંટણીમાં અનીતિ, ભ્રષ્ટાચાર અને વિરોધીઓ પર ઉત્પીડન જેવા આરોપો લાગ્યા હતા વિશ્વકપ 2003માં ઝિમ્બાબ્વેની પહેલી મેચ રાજધાની હરારેમાં હતી મેચ દરમ્યાન ઝિમ્બાબ્વેના એન્ડી ફલાવર અને હેનરી ઓલંગાએ કાળી પટ્ટી પહેરીને મુગાબેની દમનકારી નીતિઓનો વિરોધ દર્શાવ્યો હતો
મેચ પછી બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, તેમના દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે અને તેઓ તેના વિરુદ્ધ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે આ ઘટના બાદ ઝિમ્બાબ્વે સરકારે આ બંનેના ક્રિકેટ રમવા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો