અમરેલી:રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોનો વર્ષોથી દબદબો છે પરંતુ પીપાવાવ પોર્ટ, બીએમએસરામપરા અને ઇ કોમ્પ્લેકક્ષ આસપાસ વસતા સિંહો જેમાં અત્યાર સુધીમા 3 સિંહોનો કંઈક અનોખો ઇતિહાસ જોવા મળી રહ્યો છે અહીં વર્ષો પહેલા 1 સિંહણે 2 નર સિંહને જન્મ આપ્યો હતો ગામ લોકોએ મોટા નર સિંહનું નામ મેજર અને નાના સિંહનું નામ મેઘરાજ આપ્યું હતું જે પછી બંને પ્રખ્યાત થયા અને બંને વચ્ચે સતત ઘર્ષણ વધ્યા અને બંને વચ્ચે દુશમનાવટી થતી ગઈ સતત ઘર્ષણ જોઈ વનવિભાગ પણ ચિંતામાં મુકાયું હતું