છત્રપતિ શિવાજી મહારાજને અનોખી રીતે ટ્રિબ્યૂટ આપી, દેશનું પ્રથમ ગ્રાસ પેઈન્ટિંગ બનાવ્યું

2019-06-19 1,007

મહારાષ્ટ્રના લાતૂરમાં શિવાજી જયંતી પણ મંગેશ નિપાણીકર નામના આર્ટિસ્ટેદેશનું પ્રથમ ગ્રાસ પેઈન્ટીંગ (ઘાસ ઉગાડીને) બનાવ્યું હતું મંગેશ નિપાણીકર નામના આર્ટિસ્ટેગત ફેબ્રુઆરીમાં શિવાજી જયંતીએ કંઈક હટકે રીતે મરાઠા યોદ્ધાને શ્રદ્ધાંજલી આપવા માટે તેમણે આ રસ્તો પસંદ કર્યો હતો લાતૂર જિલ્લાના દાપકા પાસે આવેલા નિલંગા ગામના એક ખેતરમાં તેમણે આ ભવ્ય ચિત્રનું નિર્માણ કર્યું હતું છેલ્લા કેટલાક દિવસથી તેમણે બનાવેલા આ શિવાજી મહારાજનું હટકે પેઇન્ટિંગનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આ અનોખા ચિત્રને બનાવવા માટે તેમણે સાત દિવસ અગાઉ જ કામ કરવાનું ચાલુ કરી દીધું હતું જેમાં 25 લાખ સ્ક્વેર ફૂટ જમીનમાં અંદાજે દોઢ હજાર કિલો બિયારણ રોપીને ઘાસ ઉગાડ્ય હતું તેમણે આ ચિત્રની સાઈઝ નક્કી કરીને આ બિયારણ રોપ્યું હતું જ્યારે તેમાં સંપૂર્ણ રીતે ઘાસ ઉગી નીકળ્યું ત્યારે તેમની આ કલા જોઈને લોકો પણ બિરદાવવા લાગ્યા હતા આખી ઘટનામાં મજાની વાત એ પણ છે કે જો આપણે ગૂગલ મેપમાં મહારાજ ફાર્મ પેઈન્ટિંગ કે બાલાજી મંદિર નિલાંગા સર્ચ કરીએ તો પણ આ નયનરમ્ય ચિત્ર જોવા મળે છે આ અગાઉ પણ આ આર્ટિસ્ટે શિવાજી મહારાજને ટ્રિબ્યૂટ આપવા માટે અઢી એકર જમીનમાં લગભગ 50 હજાર કિલો રંગનો ઉપયોગ કરીને દેશની સૌથી મોટી શિવાજી મહારાજની રંગોળી બનાવી હતી જે બનાવવામાં 50 લોકોને 72 કલાક થયા હતા

Videos similaires