સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા પુણા ગામમાં એલપીડી વિદ્યા સંકુલની બાજુમાં ડીજીવીસીએલના થાંભલામાંથી અચાનક તણખાં ખરવા લાગ્યાં હતાં વરસાદ ચાલુ હતો અને તણખાં ખરવા છતાં ડીજીવીસીએલનો પાવર કટ ન થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો સરથાણાની તક્ષશિલા બિલ્ડીંગની જેમ તણખાં ખરતાં હતા અને બાજુમાં જ શાળા આવેલી હતી જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી પરંતુ ડીજીવીસીએલની બેદરકારીને લઈને લોકોમાં સવાલો ઉભા થયાં હતાં