આર્જેન્ટીના, ઉરુગ્વે અને પેરુગ્વેમાં એકસાથે વીજળી ગુમ થવાથી ત્રણેય દેશની મુશ્કેલી વધી ગઈ છે આર્જેન્ટિનામાં આવું પહેલીવાર થયું છે કે જ્યારે એક સાથે વીજળી ગુમ થઈ છે આવું કેમ થયું છે તે વિશેનું હજી કારણ જાણવા મળ્યું નથી
ત્રણેય દેશોમાં એકસાથે વીજળી ગુમ થઈ હોવાથી ચિલી અને બ્રાઝીલ સુધી તેની અસર થઈ છે વીજળી ગુમ થઈ હોવાથી સાડા પાંચ કરોડ લોકોને મુશ્કેલી થઈ રહી છે મુશ્કેલી એટલી વધારે હતી કે બ્યૂનસ આયરર્સની વીજળી વીતરણ કંપની એડસરને લોકોને અપીલ કરવી પડી છે કે, ગંભીર રીતે બીમાર લોકો હોસ્પિટલમાં જઈને દાખલ થઈ જાય