સ્કૂલ વાનના ડ્રાઈવરની ધરપકડ, ચાલતી વાનમાંથી 3 બાળકો પટકાયા હતા

2019-06-18 1,853

અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં સ્કૂલ વાનમાં 22 બાળકોને ભરી દરવાજો ખુલ્લો રાખી પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ત્રણ બાળકો નીચે પટકાયા હતાં જેમાં ગઈકાલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સ્કૂલ વાન ચાલક સામે ગુનો નોંધાયો હતો પોલીસે આ મામલે મોડી રાતે જ સ્કૂલ વાનના ચાલક કિરણ દેસાઈની ધરપકડ કરી હતી નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલના 22 વિદ્યાથીઓને ભરી સ્કૂલ વાન ચાલક કિરણ દેસાઈ ગઈકાલે બપોરે ઈશ્વર બંગલોઝ પાસેથી પસાર થતો હતો ત્યારે વધારે બાળકો હોવાથી દરવાજો ખુલ્લો રાખ્યો હતો

Videos similaires