દિલ્હીના મુખર્જીનગરમાં એક ટ્રકની પોલીસના વાહન સાથે અથડાતા પોલીસકર્મીઓ અને ટ્રક ચાલક વચ્ચે અથડામણ થઈ હતી ટ્રક ચાલકે પોલીસ અધિકારીના માથા પર તલવારથી હુમલો કરી દીધો અને ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ભારે મથામણ બાદ આ ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો આ દરમિયાન પોલીસે ડ્રાઈવર અને તેના દિકરા સાથે મારપીટ પણ કરી હતી તો બીજી બાજુ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું કે, ભાજપની પોલીસે આમ આદમીને રસ્તા પર ઢસડી રહ્યા છે
મુખર્જી નગર વિસ્તારમાં રવિવારે સાંજે ગ્રામીણ સેવાના ટ્રક ચાલક અને એક પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી થોડી વાર પછી તલવાર કાઢીને પોલીસ વાળાને ધમકાવવા લાગ્યો હતો જો કે, ચાલકના દીકરાએ તેના પિતાને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કર્યો , પરંતુ તે માન્યો નહીં, ત્યારબાદ પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનથી અન્ય પોલીસકર્મીઓને પણ બોલાવી લીધા હતા આ દરમિયાન એક પોલીસકર્મીએ ટ્રક ચાલકને પાછળથી પકડી લીધો હતો ચાલકે તેના પર તલવારથી હુમલો કરી દીધો હતો