પ્રત્યર્પણ બિલ સસ્પેન્ડ થતાં હોંગકોંગમાં ચીની સરકાર સામે રોષ વધુ ભભૂક્યો

2019-06-17 419

હોંગકોંગમાં સરકાર સામે રોષ વધી રહ્યો છે સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રત્યાર્પણ બિલનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેને પગલે હાલ સરકારે બિલને સસ્પેન્ડ કરી દીધુ છે, જોકે સરકારના આ દાવાઓને વિરોધ પ્રદર્શન કરી રહેલા માનવ અધિકાર સંગઠનો માનવા તૈયાર નથી પરીણામે બિલ સસ્પેન્ડ કરવાના દાવા વચ્ચે પણ બહુ જ મોટી સંખ્યામાં લોકોએ હોંગકોંગમાં રેલી કાઢી હતી અને સરકાર પ્રત્યે રોષ ઠાલવ્યો હતોથોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારની રેલી સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી હતી એટલી જ સંખ્યામાં લોકો આ વખતે પણ રસ્તા પર ઉતર્યા હતા અને લોકશાહી ઢબે સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો અગાઉની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામા આવી હતી

Videos similaires