વૈજનાથ મહાદેવ મંદિરમાં ભગવાનને ધરેલ થાળ લેવા મામલે ટ્રસ્ટીઓ અને પૂજારી વચ્ચે મારામારી

2019-06-16 857

જામનગર: શહેરના વૈજનાથ મહાદેવના મંદિરમાં ટ્રસ્ટીઓ અને પુજારી વચ્ચે ભગવાનને ધરેલા થાળ લેવા બાબતે મારામારી થતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી કોઈએ ફોન કરતાં પોલીસ દોડી આવ્યા બાદ બન્ને પક્ષોની સામસામી ફરીયાદ નોંધી છેમંદીરના ટ્રસ્ટી દિપકભાઈ શેઠએ ફરીયાદ નોંધાવી છે કે, મંદીરમાં સેવા પૂજા કરતાં અજયભાઈ ભગવાનપુરી ગોસાઈએ મંદિરમાં ધરાવેલ થાળમાંથી લાડુ ધરાવેલ હતાં તેમાંથી 3 લાડુ લઈ લીધા હોવાનું ચોકીદારે ફોનમાં જાણ કરી હતી જેથી તેઓ ત્યાં જઈને પૂજારીને સમજાવતાં તેઓ ઉશ્કેરાઈ જઈને ગાળો કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ગાળો દેવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઈપ લઈને પગમાં મારતાં બન્ને વચ્ચે મારામારી થઈ હતી

Videos similaires