લાઈવમાં અચાનક જ મંત્રી બિલાડી જેવા દેખાવા લાગ્યા, લોકોએ કહ્યું આ કેટ લૂક ક્યૂટ છે

2019-06-16 2,898

દેશ આખો આજે ભારત-પાકિસ્તાનની લાઈવ મેચની મજા લઈ રહ્યો છે તેવામાં પાકિસ્તાનના એક મંત્રીની લાઈવ પીસીમાં એવો લોચો વાગ્યો હતોકે તેમનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના વધુ એક ફિયાસ્કાનો વીડિયો જોઈને યૂઝર્સનો પણ રવિવારસુધરી ગયો હતો મળતી વિગતો મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સૂચના મંત્રીની લાઈવ પ્રેસ કોન્ફરન્સનું ફેસબૂક પર લાઈવકરવામાં આવ્યું હતું આ લાઈવ સમયે ભૂલથી મોબાઈલમાં કેટ ફિલ્ટર ઓન રહી ગયું હતું જેથી શૌકત યસૂફજઈ અને અન્ય મંત્રીઓને બિલાડીનાકાન અને મૂંછો લાગી ગઈ હતી બસ પછી તો લોકોને પણ આ લાઈવમાં રહેલા મુદ્દાઓને સાંભળવા કરતાં તેમના લૂકમાં વધુ રસ પડ્યો હતો જોતજોતામાં જ આ વીડિયો અને ફોટા વાઈરલ થવા લાગ્યા હતા યૂઝર્સે પણ અવનવી કોમેન્ટ્સ આપતાં કહ્યું હતું કે કેટ ફિલ્ટરમાં આ મિનિસ્ટર
વધુ ક્યૂટ લાગે છે તો કોઈએ તેમના લાઈવમાં જ સલાહ આપી હતી કે કેટ ફિલ્ટર ઓફ કરો, મંત્રીજીને બિલાડીના કાન અને મૂંછો લાગી ગઈ છેપાકિસ્તાની મીડિયામાં આવી ઘટનાથી ઉહાપોહ થતાં જ સરકારનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરતી એજન્સીએ પણ આવી ઘટના બદલખેદ વ્યક્ત કરતી પ્રેસનોટ રિલિઝ કરી હતી

Videos similaires