આનંદ સોસાયટીમાં 7 ગાયો પાછળ 2 સિંહોએ મારણ માટે મુકી દોડ, દ્રશ્યો CCTVમાં કેદ

2019-06-16 317

ખાંભા:જંગલ છોડી સિંહો શહેરી વિસ્તાર તરફ વળ્યા છે શુક્રવારની મધરાતે બે સિંહો ખાંભામાં આવી ચડ્યા હતા અને સાત ગાયો પાછળ મારણ માટે દોડ મુકી હતી આ દ્રશ્યો શહેરની આનંદ સોસાયટીમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયા હતા બે સિંહોએ જલારામ મંદિર નજીક રસ્તા પર રઝળતી ગાયોનું મારણ કર્યું હતું ગાયોના ભાંભરડાના અવાજથી સોસાયટીના રહીશો જાગી ગયા હતા અને આગાશી પર ચડી આ દ્રશ્યો નીહાળ્યા હતા તુલસીશ્યામ રેન્જ અને મિતિયાળા અભ્યારણ નજીક આવેલા હોવાથી અવારનવાર સિંહો મારણની તલાશમાં ખાંભામાં આવી ચડે છે સિંહોએ આખી રાત મારણ કરી મિજબાની માણી હતી

Videos similaires