સુરતઃમગદલ્લામાં સ્મશાનના વિસામા માટે ગામ લોકો દ્વારા પાલિકાની જગ્યા પર દિવાલ બનાવવામાં આવી રહી હતી જેથી પાલિકા દ્વારા ચારેક દિવસ અગાઉ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેનો ગામલોકોએ વિરોધ કર્યો હતો પાલિકા અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરવા ગયેલા ધારાસભ્યનો મહિલાઓએ ઘેરાવ કર્યો હતો સમગ્ર મુદ્દે ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતું કે, વાતચીતથી મામલો થાળે પાડવા ગયા હતા પરંતુ ગ્રામજનો પોતાની વાત પર અડગ રહેતા તેઓ પરત ફર્યા હતાં