જ્યારે પહેલી વાર વર્લ્ડ કપ ઈંગ્લેન્ડની બહાર રમાયો હતો

2019-06-15 449

કેમરા,ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું એ વર્લ્ડ કપની જે પહેલી વાર ઈંગ્લેન્ડની બહાર રમાયો હતો 1987માં વર્લ્ડ કપનું યજમાન પહેલીવાર ઈંગ્લેન્ડની જગ્યાએ સંયુક્ત રૂપે ભારત અને પાકિસ્તાન બન્યું હતુ જેનો શ્રેય BCCIના પૂર્વપ્રમુખ એનકેપી સાલ્વેને જાય છે આ વાત શરૂ થઈ હતી 1983ના ફાઈનલથીસાલ્વેને ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલા 1983 વર્લ્ડકપ ફાઈનલનો મુલાબલો જોવા માટે આમંત્રણ મળ્યું હતુ સાલ્વે જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પાસેથી બીસીસીઆઈના અન્ય સભ્યો માટે કેટલીક વધારે મેચ ટિકીટની માંગ કરી, પરંતુ ઈસીબીએ તેમને ટિકીટ આપવાની ના પાડી દીધી આ વાત સાલ્વેને ખૂબ ખરાબ લાગી



ભારતીય ટીમના વર્લ્ડ કપ જીત્યા બાદ સાલ્વે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એ સમયના ચેરમેન એર માર્શલ નૂર ખાન સાથે લંચ કરી રહેલાં સાલ્વેએ વાત વાતમાં કહ્યું કે, ‘કાશ ભારતમાં પણ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમાય’ જવાબમાં નૂર ખાને કહ્યું કે, ‘આપણે આપણા દેશોમાં વર્લ્ડ કપ કેમ ન રમી શકીએ?’ પછી સાલ્વેએ કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાન મળીને જો વર્લ્ડકપનું આયોજન કરે તો કેવું રહેશે?’



પરંતુ આ એટલું સરળ નહોતું કેમ કે આઈસીસી એ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને વીટો પાવર આપ્યો હતો કે, જેના લીધે ઈંગ્લેન્ડની બહાર વર્લ્ડ કપનું આયોજન કરવું અશક્ય હતુ પછી વલ્ડ કપના આયોજન માટે ભારત-પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક કમિટી બની જેના અધ્યક્ષ બન્યાં સાલ્વે ભારતે ICCને પોતાના પક્ષમાં લેવા માટે એક શાનદાર રીત અજમાવી તે વખતે 28 દેશ ICCના સભ્યા હતા તેમાંથી ફક્ત 7 દેશ ટેસ્ટ ક્રિકેટ રમતા હતા, બાકીના 21 દેશોને ટેસ્ટ રમવાનો દરજ્જો મળ્યો નહોતો ભારતે પૈસાની બોલીમાં ઈંગ્લેન્ડને પાછળ છોડીને ટેસ્ટ રમવાવાળા અને ટેસ્ટ ન રમવાવાળા દેશોને ઈંગ્લેન્ડથી વધુ નાણાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો ભારતે ટેસ્ટ રમતા દેશોને ઈંગ્લેન્ડથી અંદાજે 4 ગણા વધુ, તો ટેસ્ટ ન રમતા દેશોને 5 ગણા વધુ રૂપિયા આપવાની વાત કરી ભારતનો આ પ્રસ્તાવ સાંભળીને ICC પણ સ્તબ્ધ થઈ ગઈ અને ભારત-પાકિસ્તાને સાથે મળીને આ વર્લ્ડકપ આયોજનની વોટિંગને 16-12થી જીતી લીધી

Videos similaires