કહેવાય છે કે મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે, આજ શબ્દો સાર્થક થતા ત્યારે જોવા મળ્યા જ્યારે લોકલાજે જન્મ થતાં જ એકમાસૂમને કચરાના ઢગલામાં મરવા માટે તરછોડી દેવાઈ રાજસ્થાનનના નાગૌરમાં ભીષણ ગરમીમાં જ્યાં લોકો તપી રહ્યા હતા ત્યાં આ તાપમાંતરછોડાયેલી માસૂમની ચીસોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી હતી ભલભલાનાં રૂવાડાં કાંપી ઉઠે તેવો આ શોકિંગ વીડિયો જોઈનેવિનોદ કાપરી નામના એક ફિલ્મ મેકર અને મીડિયાકર્મીનું દિલ પીગળી ઉઠ્યું હતું પોતાની પત્ની સાક્ષી જોશી સાથે મળીને તેમણે આ નવજાતનીજાણકારી મેળવીને તરત જ તેને શક્ય તેટલી સારી સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરાવી દીધી હતી બાદમાં આ કપલે તેને દત્તક લેવાનીજાહેરાત કરતાં જ આ સરાહનીય કામ બદલ અનેક યૂઝર્સે તેમને વધાવી લીધાં હતાં સોશિયલ મીડિયામાં પણ આ કપલે આ માસૂમની પળેપળની
અપડેટ આપી હતી મળતી વિગતો પ્રમાણે આ કપલ હવે આ નવજાતને દત્તક લેવાની પ્રોસેસ કરી રહ્યું છે જેથી તેને નવું જીવન મળે મરવા માટેફેંકી દેવાયેલી આ બાળકીને યૂઝર્સે પણ પીહુ નામ આપ્યું હતું તમને જણાવી દઈએ કે આ બાળકીને નવજીવન આપનાર વિનોદ કાપરી તાજેતરમાંરિલીઝ થયેલી ફિલ્મ પીહુના ડિરેક્ટર છે