શાંઘાઇ સહયોગ સંગઠન(SCO)ની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર ઘેર્યું હતુ આ બધાની વચ્ચે બિશ્કેકમાં પીએમ નરેન્દ્ર મોદીને મળેલા સમ્માન અને જોરદાર સ્વાગતની પણ ખાસ્સી ચર્ચા છે એસસીઓ સંમેલનના એક કાર્યક્રમમાં અચાનક વરસાદ પડવા લાગ્યો તો સિક્યોરિટી સ્ટાફની જગ્યાએ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સુરોનબે જીનબેકોવે પીએમ મોદી માટે છત્રી પકડી તેમને કર્યક્રમના સ્થળ સુધી લઇ ગયા હતા આ પહેલા ગયા સપ્તાહે શ્રીલંકા પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીના સમ્માનમાં રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ પણ છત્રી પકડી મોદીને વરસાદથી બચાવ્યા હતા શ્રીલંકાની રાજધાની કોલંબોમાં જ્યારે પીએમ મોદી પહોંચ્યા તો તેમના નેતૃત્વ માટે હાલના રાષ્ટ્રપતિ સિરિસેના એ અન્ય અધિકારીઓની જગ્યાએ પોતે જ છત્રી સંભાળી લીધી હતી