પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગેસની બોટલ સળગતા ભીષણ આગ લાગી, 77 વિદ્યાર્થીઓનો બચાવ

2019-06-14 2,741

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અરાદ રોડ પર આવેલા રાધનપુર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગેસની બોટલ સળગતા ભીષણ આગ ફાટી નીકળી હતી જોકે શાળાના 77 વિદ્યાર્થીઓને શાળામાંથી તુરંત જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી જાનહાની ટળી હતી હાલોલ તાલુકાના રાધનપુર ગામની પ્રાથમિક શાળામાં 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આજે સવારની સ્કૂલ હોવાથી 77 વિદ્યાર્થીઓ સ્કૂલના ઓરડાઓમાં બેસીને અભ્યાસ કરી રહ્યા હતા આ સમયે મધ્યાહન ભોજનની ઓરડીમાં ચંપાબેન જીવનભાઇ પરમાર અને અલ્પાબે વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરી રહ્યા હતા દરમિયાન અચાનક ગેસના બોટલમાં આગ ફાટી નીકળી હતી જેથી શાળામાં નાસભાગ સર્જાઇ ગઇ હતી જેથી ગામ લોકો દોડી આવ્યા હતા

Videos similaires