સૂત્રાપાડા અને તાલાળા પંથકમાં બારે મેઘ ખાંગા થતાં 8થી 10 ઈંચ વરસાદ ખાબક્યો છે મેઘરાજાએ ગીર જંગલને પણ ધમરોળતાં હીરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે ભારે વરસાદથી તાલાળા અને સાસણ વચ્ચે બંધ થયેલો રસ્તો ફરી ચાલુ થઈ ગયો છે આ તરફ ભાવનગરના સણોદર અને ભંડારિયા વિસ્તારમાં પણ મુશળધાર વરસાદથી અનેક ચેકડેમ છલકાયા છે તો અમરેલીના જાફરાબાદમાં પંથકમાં ભારે વરસાદથી કેરીને પાકને નુકસાન થયું છે