કેબ ડ્રાઇવરનો કડકડાટ સંસ્કૃત ભાષા બોલતો વીડિયો વાઈરલ

2019-06-14 1,862

કડકડાટ સંસ્કૃત બોલતો બેંગાલૂરૂનો આ ડ્રાઈવર આજે સોશિયલ મીડિયામાં લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ઘણા લોકોને એવું લાગે છે કે સંસ્કૃત એ બહુજ અઘરી ભાષા છે, કદાચ આજ માનસિકતાના કારણે આજે એકસમયની સૌથી સમૃદ્ધ એવી આ ભારતીય ભાષા માત્ર પાઠ્યપુસ્તકોમાં જ સમાઈ ગઈ છે તેવામાં બેંગાલૂરૂની સડકો પર એક કેબ ચલાવતી વ્યક્તિએ તેના સંસ્કૃતના જ્ઞાનથી લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા ટ્વિટ્ટર ગિરીશ ભારદ્વાજ નામના અકાઉન્ટ પરથી આ 45 સેકન્ડનો વીડિયો અપલોડ કરાયો હતો આ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જણાવેલા તેમના બાયોડેટા મુજબ તેઓ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) સાથે જોડાયેલા છે આ વીડિયો શેર કરીને તેમણે યૂઝર્સને પણ અપીલ કરી હતી કે આ સંસ્કૃત બોલનાર ડ્રાઈવરના વીડિયોને શેર કરીને દેશના ખૂણે-ખૂણે પહોંચાડે જેથી દેશવાસીઓને તેની આ સ્કિલનાં દર્શન થાય સાથે જ આપણી સૌથી પૌરાણિક ભાષા એવી સંસ્કૃતનો ઇતિહાસ અને મહત્વ પણ લોકો સુધી પહોંચે આ વીડિયો જોઈને યૂઝર્સે પણ આ ડ્રાઈવરના સંસ્કૃતના જ્ઞાનના વખાણ કર્યા હતા યૂઝર્સે પણ કહ્યું હતું કે આપણે આપણી ગૌરવસમાન પૌરાણિક એવી સંસ્કૃત ભાષાને અવગણીને આજે ફોરેન લેંગ્વેજ શીખવા માટે દોટ મૂકી રહ્યા છીએ તેવામાં આ વ્યક્તિ આપણને આપણી સંસ્કૃતિના રૂટને જાળવી રાખવાનું પણ આડકતરી રીતે કહે જ છે

Videos similaires