સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ, તાલાલા-સુત્રાપાડામાં 8 ઈંચ, ઠેર-ઠેર પાણી ભરાયા

2019-06-14 1,407

રાજકોટ/ગીરસોમનાથ: વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે

Videos similaires