બિશ્કેકમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની બહુ મોટી બેઈજ્જતી થઈ ના કોઈએ પૂછપરછ કરી કે ન તો તેમની સાથે કોઈ દુઆ સલામ થઈ અને જો વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરવામાં આવે તો મોદીએ ઈમરાન સાથે એવુ વર્તન કર્યુ તેણે ઈમરાન કોઈ દેશનો વડાપ્રધાન નહીં પણ શાંઘાઈ સમિટમાં મોં ઉઠાવીને ચલાવી આવેલા કોઈ મહેમાન હોય આ દૃશ્યો ડિનર બાદ ફિલારમોનિક ગાલા કોન્સર્ટ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમના છે તમામ રાષ્ટ્રાધ્યક્ષો સાથે ઈમરાન ખાન સભા હોલમાં દાખલ થયા સૌથી આગળ ચાલતા ઈમરાન ખાનને સૌથી છેલ્લી ખુરશી અપાઈ હતી ઈમરાન આવ્યા અને પોતાની જગ્યાએ બેસી ગયા જ્યારે બીજા રાષ્ટ્રાધ્યક્ષો પોતાની જગ્યાએ ઉભા હતા અને બીજાના આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી પણ હતા જેઓ ઈમરાન ખાનના આ વર્તન પર સતત નજર રાખી રહ્યા હતા ઈમરાન ખાન ક્યારેક બેસી જતાં તો ક્યારેક ઉભા થઈ જતા જાણે તે ખુબ નર્વસ હોય તેની પાંચ ખુરશી બાદ પીએમ મોદીની ખુરશી હતી પીએમ મોદી સભાગૃહમાં દાખલ થયા અને એકવાર પણ તેમણે ઈમરાન ખાન સામે સુદ્ધા જોયુ નહીં મોદીએ ઈમરાનને ખરાબ રીતે ઈગ્નોર કર્યા આ શાંઘાઈ સમિટ પર પૂરી દુનિયાની નજર છે ત્યારે બંને દેશોને આશા હતી કે આ સમિટમાં મોદી-ઈમરાન વચ્ચે વાતચીત થશે પરંતુ વાતચીત તો છોડો અહીં તો એકબીજાએ નજર પણ ન મીલાવી આ પહેલા પણ ડિનર ટેબલ પર બધા રાષ્ટ્રાધ્યક્ષોએ સાથે ડિનર લીધુ ત્યારે ઈમરાન ખાન મોદીથી ચાર ખુરશીના અંતરે બેઠા હતા છતાં મોદીએ ઈમરાન સામે જોયુ પણ નહીં અને તેને સતત ઈગ્નોર કરતા રહ્યા