પોરબંદર:'વાયુ' વાવાઝોડાથી તારાજીની શરૂઆત થઈ ગઈ છે જેને પગલે પોરબંદરની જૂની દીવાદાંડી નજીક આવેલું 50 વર્ષ જૂનું ભૂતેશ્વર મહાદેવનું મંદિર ધરાશાયી થયું છે દરિયાના મોજાના કારણે મંદિર તૂટ્યું હતું મંદિરનો મોટો ભાગ દરિયામાં તણાયો હોવાનું જાણવા મળ્યું છે જો કે કોઇ જાનહાનિ થઇ નથી વાયુ વાવાઝોડાને પગલે મંદિરમાં કે તેની આસપાસનાં વિસ્તારમાં કોઇ હતું નહીં જેના કારણે મોટી જાનહાનિ ટળી છે આ સિવાય માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ધરાશાયી થયું છે જેના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમજ પોરબંદર જૂની એસપી કચેરીની છત પરથી જીસ્વાન ટાવર પડતા કનેક્ટિવિટી ફેઇલ થઇ ગઇ છે જૂનાગઢના સક્કરબાગ પાસે એક વૃક્ષ એક્ટિવા લઇને જતા કરણ બથવાર નામના યુવાન પર પડતા તેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો