દરિયા વચ્ચે શિયાળબેટ ટાપુ પરથી સગર્ભાને બોટ મારફત પહોચાડી હોસ્પિટલે, બાળકીને જન્મ આપ્યો

2019-06-13 310

અમરેલી: જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં સગર્ભાને પ્રસવ પીડા ઉપડતા એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શિયાળબેટ ગામ દરિયામાં આવેલા ટાપુ પર આવેલું હોવાથી સગર્ભાને બોટ મારફતે સલામત રીતે દરિયાકાંઠે લાવવવામાં આવી હતી ત્યાર બાદ સગર્ભાને 108 મારફતે રાજુલા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો હાલ નવજાત બાળકી અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે

Videos similaires