ગોંડલ:વાયુ વાવાઝોડાને લઇને ગોંડલના 9 ગામોને એલર્ટ કરાયા છે વાવાઝોડાથી જાનહાનિ ન થાય તે માટે ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ચોરડી પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે ત્યારે આજે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે આ લોકોની મુલાકાત લીધી હતી અને લોકોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતુંપેરા મિલેટરી ફોર્સના જવાનો ઉપલેટાના સ્થાનિક લોકોના સપર્કમાંછે ઉપલેટાના મોટી મારડ ગામમાં શેલ્ટર હોમમાં આશ્રિત લોકોને ડિસ્ટ્રીક્ટ એડમિનિસ્ટ્રેશને જાતે આશ્રિત લોકોને ભોજન પીરસ્યું હતું