ઈઝરાયેલના તેલ અવીવમાં આવેલા એક વોટર પાર્કમાં કેટલાક સહેલાણીઓએ ટિકિટ વિના જ સ્પામાં જવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેમને સફળતા ના મળતાં રોષે ભરાઈને સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરીને મારામારી કરવા લાગ્યા હતા વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે આ ટોળાએ ત્યાં પડેલી ખુરશીઓ લઈને સુરક્ષાકર્મીઓને માર્યા હતા જે મારામારીમાં એક સુરક્ષાકર્મીની ગન પણ નીચે પડી ગઈ હતી જે આ ઝઘડામાં ફ્લોર પર આમથી તેમ રઝળતી રહી હતી આ ઘટનાના પગલે ત્યાં ફરવા માટે આવેલા અન્ય પરિવારો અને નાના બાળકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો જો કે બાદમાં અન્ય સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ પણ આ સ્થળે દોડી આવતાં આખું ટોળું ત્યાંથી ફરાર થઈ ગયું હતું જો કે સુરક્ષાકર્મીએ આ ટોળામાંથી એક 17 વર્ષના સગીરને પકડવામાં સફળતા મેળવી હતી જેની હવે પોલીસ આકરી પૂછપરછ કરીને આગળની તપાસ કરી રહી છે